HomeNewsઅમદાવાદમાં નવ વર્ષ પહેલાં ગુમ સગીર કોલકાતાથી યુવાન અવસ્થામાં મળ્યો

અમદાવાદમાં નવ વર્ષ પહેલાં ગુમ સગીર કોલકાતાથી યુવાન અવસ્થામાં મળ્યો


  • પિતા બાદ માતાનું,મોટાભાઈનું પણ મૃત્યુ થયું : યુવકને મૃત માની લેવાયેલો
  • કોલકાતામાં 11 માસના અંતે યુવક ગુજરાતી હોવાનો ખ્યાલ આવતા પરિવાર સાથે મેળાપ
  • વિનોદ હેમખેમ મળતાં પરિજનોની આંખમાંથી હર્ષના આંસુ વહી નીકળ્યા હતા

અમદાવાદમાં નવ વર્ષ પહેલાં ગુમ થયેલા સગીર હવે યુવાન બની ગયો ત્યારે કોલકત્તાથી મળી આવ્યો છે. લાંબો સમય થવાના કારણે મૃત માની લેવાયેલા યુવકના પરિવારમાં હવે કોઈ બચ્યું નથી પરંતુ પરિવારના અન્ય સભ્યો સાથે તેનું મિલન થતા આંખમાંથી હર્ષના આંસુ વહી નીકળ્યા હતા. ડિસેમ્બર-2021માં કલકત્તાની એન.જી.ઓ. ઇશ્વર સંકલ્પને 25 વર્ષીય માનસિક અસ્થિર યુવાન મળી આવ્યો હતો. 11 મહિનાની સારવાર દરમ્યાન આ યુવાન ગુજરાતી મૂળનો હોવાનો ખ્યાલ આવતાં સંસ્થાના પ્રમુખ તપન પ્રધાને સુરતમાં CID ક્રાઇમના સુરતના તેમના મિત્ર પિયુષ શાહનો સંપર્ક કરી તેના વાલીઓ શોધવા જણાવ્યું હતું. પિયુષ શાહે આ યુવાન સાથે વીડિયો કોલથી વાત કરતાં તે અમદાવાદનો અને વણજારા જ્ઞાતિનો હોવાનું જણાવતાં જ સુરતની ટીમ અમદાવાદનો અમરાઇવાડી વિસ્તાર ખૂંદી વળી હતી. અહીં આ યુવાનના ફોટોને આધારે તેની વિધવા ભાભી અને બે નાના ભાઇઓએ તેને વિનોદ તેજા વણઝારા તરીકે ઓળખી લીધો હતો. નવ વર્ષ પહેલાં ભાંગની લતને કારણે માનસિક સ્વાસ્થ્ય ગુમાવતા આ યુવાન ઘરેથી જતો રહ્યો હતો. થોડાંક વર્ષો બાદ પિતાનું મોત નીપજ્યું હતુ. ત્રણ વર્ષ પહેલાં માતાનું પણ પુત્ર વિરહમાં મોત નીપજતાં યુવકને પણ મૃત માની અંતિમક્રિયા કરી નાંખી હતી. મોટાભાઇનું પણ અઢી મહિના પહેલાં જ મોત નીપજ્યું હતું ત્યારે નવ વર્ષે ગુમ થયેલો વિનોદ પરત હેમખેમ મળતાં પરિજનોની આંખમાંથી હર્ષના આંસુ વહી નીકળ્યા હતા.

See also  अहमदाबाद : बिना लाइसेंस हथियारों के पुर्जे बनाने वाली फैक्ट्री पकड़ी गई, विदेशों से आ रहे थे पुर्जे बनाने के ऑर्डर | अहमदाबाद

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read