HomeNewsઅડાજણ રોડ ઉપર દોડતી કારમાં આગ ભભૂકી, બે નો આબાદ બચાવ

અડાજણ રોડ ઉપર દોડતી કારમાં આગ ભભૂકી, બે નો આબાદ બચાવ



પેટ્રોલ
પંપ પરથી ફાયર એસ્ટીંગ્યુસર લાવીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો
, અંતે ફાયર બ્રિગેડે
કાબૂમાં લીધી

સુરત :

અડાજણમાં એલપી સવાણી રોડ ઉપર રવિવારે રાત્રે ચાલતી કારમાં આગ ભડકી ઉઠી હતી. જોકે કાર ચાલક અને તેના મિત્ર તરત કાર માંથી ઉતરી ગયા હતા. આગના લીધે ધટના સ્થળ ઉપર નાશભાગ મચી ગઈ હતી.

ફાયર
વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ રોડ પર રહેતા ૪૨ વર્ષીય પિયુષભાઇ
પટેલ રવિવારે રાત્રે ડુમસ રોડ ખાતે પ્રસંગ માંથી મિત્ર સાથે કારમાં ઘરે આવવા
નીકળ્યા હતા. તે સમયે અડાજણના એલપી સવાણી સર્કલ પાસે અચાનક કારના બોનટમાં આગ ફાટી
નીકળી હતી. જેથી પિયુષભાઈ અને તેમનો મિત્ર સમયસૂચકતા વાપરીને કાર સાઈડમાં ઉભી
રાખીને બહાર નીકળી ગયા હતા. જોકે આગના લીધે ત્યાં અફડાતફડી અને ભયનો માહોલ ફેલાઈ
ગયો હતો . એટલુંજ નહીં થોડા દુર આવેલા પેટ્રોલ પંપ પરથી કેટલાક વ્યકિતઓ ફાયર
એસ્ટીંગ્યુસર લાવીને આગ ઓલાવવાનાં પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ આગ કાબુ નહિ
આવતા ફાયરને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર જવાનો ઘટના સ્થળ ઉપર પહોંચીને થોડા જ
સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાની નહીં થતા ત્યાં હાજર લોકોએ
રાહતનો શ્વાશ લીધો હતો.

See also  સુરત : ભાજપમાં જોડાયેલા આપ ના મહિલા કોર્પોરેટરે આખી પોલ ખોલી દીધી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read