HomeNewsઅડાજણ અને સચિન જીઆઇડીસીમાં કામ કરતી વેળા કરંટ લાગતા બે શ્રમિક યુવાનના...

અડાજણ અને સચિન જીઆઇડીસીમાં કામ કરતી વેળા કરંટ લાગતા બે શ્રમિક યુવાનના મોત


 સુરત :

અડાજણમાં
મકાનમાં રીપેરીંગ વખતે યુવાનને અને સચિનમાં નવા બંધાતી કાપડ યુનિટમાં કામ કરતા
યુવાનને કરંટ લાગતા મોતને ભેટયા હતા.

નવી
સિવિલથી મળેલી વિગત મુજબ મુળ રાજસ્થાનમાં પ્રતાપગઢનો વતની અને હાલમાં ભટાર અલથાણ
રોડ પર ખોડીયારનગરમાં રહેતો ૨૭ વર્ષીય શ્રમિક ગણેશ નાનુરામ કલાસવા સોમવારે બપોરે
અડાજણમાં ડી-માર્ટ પાસે હરીદર્શન સોસાયટીમાં બંગલામાં રીપેરીંગ કામ કરતો હતો. તે
સમયે તેમને કરંટ લાગતા ઘટનાસ્થળે મોત થયું હતું. આ અંગે અડાજણ પોલીસે તપાસ હાથ ધરી
છે.

મુળ
મધ્યપ્રદેશના જાંબવાનો વતની અને હાલમાં સચિન જી.આઇ.ડી.સીમાં નવા બંધાતા કાપડ
યુનિટમાં રહેતો અને ત્યાં કામ કરતો ૨૪ વર્ષીય રીંકુ શીવલ્યા દામોર સોમવારે રાતે
ત્યાં મજુરી કામ કરતો હતો ત્યારે કરંટ લાગતા મોત નીપજ્યું હતું. આ અંગે સચિન
જી.આઇ.ડી.સી પોલીસે તપાસ આદરી છે.

See also  सूरत : पांडेसरा जीआईडीसी में अन्नपूर्णा डाइंग मिल में लगी आग, 18 दमकल गाड़ियों ने काबू पाया | सूरत News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read