HomeNewsઅંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કારીગરોને મજૂરી માટે ભડકાવવાનો પ્રયાસ શરૃ થયો

અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કારીગરોને મજૂરી માટે ભડકાવવાનો પ્રયાસ શરૃ થયો


-મજૂરીના દરમાં મિટરે 20  પૈસાનો વધારો લેવાના મેસેજ ફરતા કરી ભાવ વધારા
વગર કામ કરનારાઓને હાથ-પગ કાપી નાંખવાની ચિમકી આપી

         સુરત

વિવિગ
ઉદ્યોગમાં દિવાળીના વેકેશન વચ્ચે એકમો શરૃ થતાં હજુ સમય છે. પરંતુ અત્યારથી કારીગર
વર્ગને ભડકાવવાનો પ્રયત્ન શરૃ થયો છે. મિટરે
20 પૈસા વધુ મજૂરીનો
આગ્રહ કારીગરો કારખાનેદારો પાસે રાખે એમ જણાવવામાં આવી રહ્યું છે.

અંજની
ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કામ કરતાં કારીગરોને વાટ્સએપના માધ્યમથી આવા સંદેશાઓ
પહોંચાડવામાં આવી રહ્યા છે
,
એમ અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના વિજય માંગુકિયાએ જણાવ્યું હતું. આ
અગાઉ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પોસ્ટરો લગાડવામાં આવતા હતાં. હાલમાં વાટ્સએપનો ઉપયોગ
થઈ રહ્યો છે. હાલમાં કારીગર વર્ગની સંખ્યા ખૂબ ઓછી છે. બચેલા કારીગરો કામે ચડતા
પહેલાં સુપરવાઇઝર અને મેનેજર સાથે મજૂરીના દરમાં વધારા બાબતે વાતચીત કરે
, એમ સંદેશામાં જણાવવામાં આવ્યું છે. સંદેશામાં નવો મજૂરીનો દર સ્વીકાર્યા
વિના કામ કરનારાઓને હાથ-પગ કાપી નાખવામાં આવશે
, એવી ચીમકી પણ
આપવામાં આવી છે.

See also  10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમ ફરાર, બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ

ઇન્ડસ્ટ્રીઝ
ચલાવતા કારખાનેદારો ધનવાન થઈ ગયાં છે
,
પૈસાદાર થઈ ગયાં છે, જ્યારે કારીગર હજુ તેની તે
જ સ્થિતિમાં છે. તેથી મીટરે
20 પૈસાનો વધારો કારીગરોએ કારખાનેદારો
પાસેથી લેખિતમાં મેળવવાનો રહેશે
, એમ જણાવવામાં આવ્યું છે. આવા
મેસેજ ફરતા કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

ભાવવધારો
કારખાનેદારો ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી

મજૂરીના
દરમાં વધારા બાબતે કારીગરોને ઉશ્કેરવાનો પ્રયત્ન કેટલાંક તત્વોએ શરૃ કર્યો છે પણ
મિટરે
20 પૈસાનો વધારો કારખાનેદારો ચૂકવી શકે તેમ જ નથી. કારખાનાઓમાં ગ્રેનો સ્ટોક
પડયો છે
, ઓવર પ્રોડક્શન છે, માલ વેચાતો
નથી. આવી સ્થિતિમાં કેવી રીતે ટકી જવું તે મોટો પ્રશ્ન કારખાનેદારો માટે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read