HomeNewsઅંકલેશ્વર ભરૂચ વચ્ચે ઓવરહેડ વાયર તૂટી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો

અંકલેશ્વર ભરૂચ વચ્ચે ઓવરહેડ વાયર તૂટી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો


  • સોમવારે રાત્રે 8 થી મંગળવારે સવારે 7 વાગ્યા સુધી મુસાફરો અટવાયા
  • કલાકો સુધી વડોદરા તરફનો ટ્રેન વ્યવહાર સંપૂર્ણ ઠપ રહ્યો
  • સુરત – વડોદરા, સુરત – ભરૂચ સહિત 4 ટ્રેન રદ કરાઇ

અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે ઓવરહેડ લાઇનનો વાયર તુટી પડતાં સોમવારે રાત્રે 8 વાગ્યાથી ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. વાયર તુટી પડતાં સુરતથી વડોદરા તરફ જતી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનનો ઉપર થોભાવી દેવાની ફરજ પડી હતી. વાયર રિપેર કરતા સવારે 7 વાગ્યાથી 11 કલાક સુધી ટ્રેન વ્યવહાર થંભી ગયો હતો. સવારે 7 વાગ્યે ટ્રેન દોડાવવાનું શરૂ કરાયું હતું. રાતની ટ્રેનોનો અલગ અલગ સ્ટેશનને અટવાયેલી હોવાથી સુરત – વડોદરા, સુરત – ભરૂચ, ભરૂચ – આણંદ સહિતની 4 જેટલી ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી. હજુ પણ મોટાભાગની ટ્રેનો 10થી 12 કલાક મોડી દોડી હતી. ટ્રેનો મોડી પડતાં મુસાફરો અટવાયા હતા.

See also  પરીક્ષાનો હાઉઃ બોળંદ ગામમાં ધો.12ની વિદ્યાર્થિનીએ ભર્યું અંતિમ પગલું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read